દીર્ઘજીવન એ દરેક વ્યક્તિનું
સ્વપ્ન હોય છે અને તેના માટે તે અવિરત ક્રિયાશીલ હોય છે. એ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા
તે પોતે અને પોતાના સ્વજન-પરિવારને સજ્જ કરતો હોય છે. સુખી જીવન જીવવા વ્યક્તિ રોગ
રૂપી કાદવ થી દૂર રહે છે અને સ્વસ્થતા કેવી રીતે મળે તે સાચા ખોટા માધ્યમ થી તથ્ય
મેળવતો રહે છે.
આપણે જાણીયે છીએ કે આયુર્વેદ
એ હિત અને અહિત નો માર્ગદર્શક છે; જે સુખ અને દુખ ના મિશ્રણ થી સંસારમાં આયુર્વેદ નો અનુભવ વ્યક્તિને થાય
છે. પરંતુ આ સર્વે કિયા-કલાપો માં ફક્ત એક કુશલ અનુભવી વૈદ્ય જ વ્યક્તિને સાચા
અર્થમાં હિત અને અહિત બતાવી આયુર્વેદ પ્રમાણે સુખ અને દૂ:ખ ના સાચા દર્શન થી વ્યક્તિને
રોગ રૂપી કાદવ થી દૂર રાખીને સ્વસ્થતા અપાવે છે. 

એક કુશલ અનુભવી વૈદ્ય
પંચનિદાનો[a]થી રોગો
નો પરિચય કરે છે અને વ્યક્તિ માં દેહ બળ અને દોષબળનું પ્રમાણ જાણીને તદનુરૂપ ઔષધ
બળની વ્યવસ્થા કરે છે. પંચનિદાનોથી વ્યાધીનું સ્વરૂપ તો સમજાય છે પરંતુ જે વ્યક્તિને
રોગ આક્રાંત થઇ ગયો છે તે વ્યક્તિને જો વૈદ્ય સારી રીતે જાણતો હોય તો ચિકિત્સા ખુબજ
સરળ થઈ જાય અને ખૂબ જ ઓછા સમયમાં વ્યક્તિ ફરી તેટલાં જ દેહ બળની પ્રાપ્તિ કરે શકે
છે. એલોપેથીમાં આ વ્યવસ્થા ને ફેમિલી ફિજીશીયન એવું કહેવામાં આવે છે. જે વ્યક્તિને
ફક્ત થોડાક દિવસોથી જાણતાં હોય છે. જ્યારે આયુર્વેદ માં ફક્ત દેહને જાણવાની વાત
આચાર્યોએ નથી કરી પરંતુ આત્મા અને મન જાણવાની પણ તસ્દી લીધી છે[b].
આયુર્વેદ માં રોગો ને જાણવા
માટે નિદાન પંચક બતાવેલું છે અને રોગી ના દેહની સ્થિતિ જાણવા માટે આચાર્યોએ દશવિધ
પરીક્ષા બતાવી છે પરંતુ આપને આજે આ જાણીને આનંદ થશે કે આચાર્યોએ વ્યક્તિઓને જાણવા
માટે પણ ઉપદેશ આપ્યા છે. તે ઉપદેશો આચાર્ય ચરકે આતુર પરિજ્ઞાન હેતુ એવું નામ
આપ્યું છે.
આતુર પરિજ્ઞાન હેતુ એ ચરક સંહિતા
માં વિમાન સ્થાન માં આઠમા અધ્યાય ભિષગરોગજીતીય અધ્યાય માં દેશ પરીક્ષા અંતર્ગત બતાવેલું
છે. જેમાં ચૌદ જેટલાં ઘટકો છે. આ ઘટકો નીચે બતાવેલ પ્રમાણે છે;
देशस्तु
भूमिरातुरश्च ||९२||
तत्र
भूमिपरीक्षा आतुरपरिज्ञानहेतोर्वा स्यादौषधपरिज्ञानहेतोर्वा | तत्र
तावदियमातुरपरिज्ञानहेतोः |
तद्यथा- अयं कस्मिन् भूमिदेशे जातः संवृद्धो व्याधितो वा; तस्मिंश्च
भूमिदेशे मनुष्याणामिदमाहारजातम्,
इदं विहारजातम्,
इदमाचारजातम्,
एतावच्च बलम्,
एवंविधं सत्त्वम्,
एवंविधं सात्म्यम्,
एवंविधो दोषः,
भक्तिरियम्,
इमे व्याधयः,
हितमिदम्,
अहितमिदमिति प्रायोग्रहणेन ||९३||
અહિં આચાર્ય ચરકે
આતુર પરિજ્ઞાન હેતુ અંતર્ગત વ્યક્તિ નો જન્મ ક્યા દેશ માં થયેલ છે (જાંગલ, આનૂપ કે
સાધારણ) તે જાણવાનું છે, ત્યારબાદ તે વ્યક્તિ નો ઉછેર
ત્યારબાદ જે રોગથી વ્યક્તિ પીડાતો હોય તે ક્યા દેશમાંથી થયો ? તે દેશમાં વ્યક્તિ નો આહાર કેવો હતો ? વિહાર કેવો
હતો ? આચાર કે વ્યવહાર કેવો ? તેનું બળ
કેવું હતું ? મન કે મિજાજ કેવો હતો ? સાત્મ્ય
કેવો હતો ? તેને કોઇ અન્ય તકલીફ હતી ? તેને
શેમાં રસ (ભક્તિ) હતો ? તે દેશમાં કેવી વ્યાધિઓ સામાન્ય રીતે
થતી હોય છે ? અને છેલ્લે એ વ્યક્તિના સાત્મ્ય સિવાય તેના
માટે શું ગુણકારી અને અવગુણ છે તે જાણવું એ આતુર પરિજ્ઞાન ના હેતુઓ છે.
જો આ વસ્તુ જાણીને વૈદ્ય જો
દશવિધ પરીક્ષા કરે, તો તેને દેહ બળની ચોક્કસ માહિતી મળે છે. મૂળમાં તો કુશળ વૈદ્ય આવી બધી
જાણકારી મેળવતો જ હોય છે પરંતુ તે જાણ્યા બાદ જો દશવિધ પરીક્ષા કરે તો તેને નક્કર પરિણામ
મળે છે. કારણ આચાર્ય ચરકે આતુર પરિજ્ઞાન બાદ તુરત જ દશવિધ પરીક્ષા બતાવી છે જે સૂચવે
છે કે રોગી નું કુળ બળ જાણીને જ તેમાંથી ઉપલબ્ધ બળને કમી કરતા વધેલ બળને જ દોષ બળ
કહેવાય છે. આ જ દોષોનાં બળને જાણીને તદનુરૂપ ઔષધ બળની કલ્પના કરી શકાય. સ્વરસ
કલ્પના અગ્નિ સાપેક્ષ્યમાં ગુરુ છે તેનો ઉપયોગ તદનુરૂપ વ્યક્તિ પર જ કરવો જોઇએ,
કલ્ક પણ ગુરુ છે, ચૂર્ણ કલ્પના સ્વરસની
અપેક્ષાએ લઘુ અને તુરંત કાર્યકારી છે વગેરે વિગતો નો વિચાર ચિકિત્સા પ્રયોગ કરતાં
પહેલા વિચારણીય છે. તેમજ વ્યક્તિઓનું સત્વ જાણવું જરૂરી છે, તેથી
જ ચરકે ગુરુ વ્યાધિ અને લઘુ વ્યાધિ ની સંકલ્પના બતાવી છે, તેમજ
આવી અસંખ્ય બાબતોનુ વર્ણન અહિં સંક્ષેપ માં પણ કરવું વિસ્તાર વર્ણન થશે. 

એકંદરે આતુર પરિજ્ઞાન હેતુ
ખુબજ સરળ અને ઉપયોગી છે જેનાથી વ્યક્તિને તેના જન્મ સ્થાન થી માંડીને તેના ઉછેર
સ્થાન તેમજ વ્યાધિત સ્થાન અને સાત્મ્ય,
ભકિત, હિત અને અહિતની જાણકારી લેતાં તેના મૂળ
બળની સ્થિતિ જાણીને એ વ્યક્તિને રોગ થતાં તેનામાં કેટલાં બળની ઘટ પડી છે તે ખબર
પડે. તેમજ ચિકિત્સા કર્મ કરતાં તેનાં દેહમાં બળની વૃદ્ધિ કેટલી વધી અને એ વ્યક્તિ
સ્વસ્થ થયો કે નહિં તે પણ ખબર પડે.
આતુર પરિજ્ઞાન હેતુ થી પ્રયાસ
રત રહેતાં વ્યક્તિ સ્વસ્થ માંથી નીરોગી અને તેમાંથી પ્રકૃતિસ્થ બનીને દિર્ઘાયુષ્યી
બની શકે છે, જો ‘પ્રાણાભિસર વૈદ્ય’
ચિકિત્સા રત હોય.
No comments:
Post a Comment